જહાનાબાદ: દિલ્હી (Delhi) શાહીન બાગ (Shaheen Bagh) માં ભડકાઉ ભાષણ આપવાના મામલે શરજીલ ઈમામ (Sharjeel Imam) ને આખરે પોલીસે દબોચી લીધો છે. બિહાર (Bihar) પોલીસે શરજીલ ઈમામને પટણાના કાકો પોલીસ સ્ટેશનની હદમાંથી પકડ્યો છે. શરજીલ ઈમામની ધરપકડ માટે બિહારમાં સતત દરોડા પડી રહ્યાં હતાં. શરજીલની ધરપકડ માટે તેમના પૈતૃક ગામમાં પણ સતત દરોડા પડી રહ્યાં હતાં. શરજીલ ઈમામના નાના ભાઈને પણ સોમવારે અટકાયતમાં લેવામાં આવ્યો છે.
દેશ આશ્ચર્યમાં...શાહીન બાગના આ ગદ્દારોને કેમ સહન કરી રહ્યાં છે PM મોદી? આ રહ્યાં 6 મોટા કારણ
આ અગાઉ પણ બિહાર પોલીસે શરજીલ ઈમામના 3 સંબંધીઓની ધરપકડ કરી હતી. શરજીલ ઈમામ ઉપર પાંચ રાજ્યોમાં કેસ દાખલ થયા છે. અત્રે જણાવવાનું કે જેએનયુના વિદ્યાર્થી શરજીલ ઈમામ પર દેશદ્રોહ અને હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો છે.
જુઓ LIVE TV
આ બાજુ દિલ્હીમાં પણ યુપી પોલીસે શરજીલની શોધમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા હતાં. શરજીલ ઈમામની માતાએ તેને નિર્દોષ ગણાવતા ન્યાયાલય અને અલ્લાહ પર ભરોસો જતાવ્યો છે. તેની માતાનો આરોપ છે કે તેના પુત્રના નિવેદનને તોડી મરોડીને રજુ કરાયું છે અને તેના પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે તે ચોર લફંગો નથી જે ફરાર રહે. તે જલદી સામે આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે